નારાયણ વિશનજી ઠક્કુરનો જન્મ ઇ.સ. ૧૮૮૪માં થયો હતો. તેઓ "ગુજરાતના વૉલ્ટર સ્કૉટ" તરીકે પણ ઓળખાય છે.
તેમણે ગુજરાતીમાં ઘણી ઐતિહાસિક નવલકથાઓ રચી છે. ઉત્તર હિન્દના વિલાસી જીવનનો પરિચય આપવા માટે સુરૂચીનો ભંગ થાય તેવા કેટલાક લેખન માટે તેમણે વિચારશીલ વર્ગની નારાજગી વ્હોરી લીધી હતી. તેઓ પ્રાયહ્...More
નારાયણ વિશનજી ઠક્કુરનો જન્મ ઇ.સ. ૧૮૮૪માં થયો હતો. તેઓ "ગુજરાતના વૉલ્ટર સ્કૉટ" તરીકે પણ ઓળખાય છે.
તેમણે ગુજરાતીમાં ઘણી ઐતિહાસિક નવલકથાઓ રચી છે. ઉત્તર હિન્દના વિલાસી જીવનનો પરિચય આપવા માટે સુરૂચીનો ભંગ થાય તેવા કેટલાક લેખન માટે તેમણે વિચારશીલ વર્ગની નારાજગી વ્હોરી લીધી હતી. તેઓ પ્રાયહ્ તેમની નવલકથાઓના બે નામ રાખતા.
તેઓ 'બરોડા ગેઝેટ' નામના વર્તમાન પત્રના તંત્રી પણ રહી ચૂક્યા હતા.
તેમનું અવસાન ઇ.સ. ૧૯૩૮માં થયું હતું
Book Summary
ડો. રામજી - "આ ગ્રંથ રચવાનું મૂળ કારણ એવું છે કે, પૂર્વે હું સિંધ હૈદરાબાદના રાજયકર્તા મીરસાહેબની તહેનાતમાં હતો, તે વેળાએ ત્યાંના વ્યાપારી-સોદાગર-ની અનંગભદ્રા નામની એક મહારૂપવતી અને તરુણી કન્યા હતી. એ રમણીનો તેના પતિએ બહુ દિવસથી તિરસ્કાર કરેલો હોવાથી તે મદનજ્વાળાથી પીડિત થઈને વિષયસુખનો યથેચ્છ અનુભવ લેવા માટે કોઈ બીજા દેશમાં નીકળી જવાને તૈયાર થઈ ગઈ. તે સમયમાં મેં તેને પ્રાચીનકાળમાં કેટલીક ખરેખરી બનેલી અને કેટલીક સ્વકપોલ કલ્પિત મનોરંજક તેમજ કેટલીક અનેક ધર્મોમાંની ઉપદેશમયી વાર્ત્તાઓ કહી સંભળાવવાનો આરંભ કર્યો, તે સાંભળવા માટે અનંગભદ્રા નિત્ય દોઢ પ્રહર રાત્રિ જતાં ગુપ્તતાથી મારે ઘેર આવતી હતી અને પ્રભાતમાં પાછી ચાલી જતી હતી. એવી રીતે ત્રણ વર્ષ પર્યન્ત મેં તેને અખંડ બોધામૃતનું પાન કરાવ્યું અને તેથી ઇશ્વરભજનમાં નિમગ્ન થઈ ગઈ, એજ પ્રમાણે અન્ય અબળાઓ પણ આ ગ્રંથ વાંચશે કિંવા એમાંની કથાઓ પરિણામના વિચાર સહિત સાંભળશે, તો અવશ્ય તેમનાં હૃદય સન્માર્ગમાં પ્રેરાશે; એવા ઉદ્દેશથી જ મેં આ ગ્રંથની રચના કરેલી છે. આ ગ્રંથમાં વ્યભિચાર- વિષયક કથાઓ કહીને તેમનાં પરિણામો અત્યંત દુ:ખદાયક દર્શાવેલાં છે, અને અંતે તાત્પર્યમાં મહાઉત્તમ બોધ આપેલો છે."