પ્રણય બિંદુ એ વાર્તા એવા બે પાત્રોની છે જેઓ પ્રણયનું સુખ માત્ર બિંદુ જેટલું મેળવે છે .પરંતુ તેને હૃદયમાં રાખીને મહાસાગર જેટલું પામે છે. એક શ્યામ રંગી, દેખાવમાં કદરૂપી છોકરી અને એક અંધ પણ બાકી બધી રીતે પૂર્ણતા ધરાવતા છોકરાની આ પ્રણય કહાણી છે, જેનો સાક્ષી એક ડોક્ટર છે.
ડોક્ટર રોય એ આ વાર્તા નો લીડર છે જે આખી વાર્તા ને આગળ વધારતો રહે છે એક કદરૂપી છોકરી અને અંધ છોકરાનો કોમ્બિનેશન તેને મન ઈશ્વરનો શ્રેષ્ઠ ન્યાય છે પરંતુ પૂર્ણતાને હાંસલ કરવાની લાલસા અથવા સામાપાત્ર અને પોતાની પૂર્ણતા બક્ષવા ઉઠાવેલું પગલું આખી વાર્તા ને એક રોચક વળાંક આપે છે
પ્રેમનું એક નવું સ્વરૂપ આગળ જતા ઉજાગર થાય છે. અને એમાં ડોક્ટર રોયની લીડરશીપ માણવા જેવી છે. સાચા પ્રેમને સમજતા અને અનુભવતા બંને પાત્રોના રસ્તા આગળ જતા અલગ અલગ થાય છે પરંતુ મૃત્યુની પેલે પાર જઈને મંઝિલ તેઓ એક જ મેળવે છે.
'પ્રણય બિંદુ 'વાર્તા એ પ્રેમની સંવેદના વ્યક્ત કરતી એક સંવેદનશીલ વાર્તા છે