સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે લઘુકથા, નવલિકા, હાસ્યકથા, હાસ્યલેખ, નાટક, નિબંધ, કાવ્ય વગેરેમાં લેખન કરવાનું ગમે છે. વિવિધ રચનાઓ ચાંદની, રંગતરંગ, સરવાણી, આરામ, નવનીત-સમર્પણ, અભિષેક, પરબ, જલારામ દીપ, શ્રીરંગ, હસાહસ, સવિતા, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ [ગુજરાતી] જેવાં વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે.
આકાશવાણી આમદાવાદ વડોદરા પરથી અવારનવાર રેડિયો નાટક પ્રસરિત થતાં રહે છે.
Book Summary
દેશમાં બનેલી રાજકીય અને સામાજિક ઘટનાઓ પર આધારિત આ કાલ્પનિક કથા છે. આ કથાનાં પ્રસંગો, સ્થળો અને અને પાત્રો પણ કાલ્પનિક છે. દેશમાં શું બન્યું હતું એની સાથે સાથે શું બનવું જોઈતું હતું એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. કથામાં જે તે સમયનું સામાજિક જીવન ઝીલવાનો પણ પ્રયાસ કર્યો છે. કથામાં રાજકારણ અને આંદોલનના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ઉજાગર કરવામાં આવી છે.
વાચકોને આ નવલકથા વાંચવામાં રસ પડશે એવી આશા છે.
-યશવંત ઠક્કર