મૌન સંવેદનાથી ભરેલા પુરુષોની ફક્ત આંખો જ બોલતી હોય છે, કારણ કે એમની લાગણીને શબ્દો દ્રારા વ્યક્ત કરવાનો એમની પાસે સમય હોતો નથી. ઘરની બહાર નીકળે તો બળદ માફક ફક્ત કામ કરતો જ્યારે થાકીને ઘરે આવે છે ત્યારે એના પરિવારોમાં વ્યસ્ત થતા પુરુષે એમના માટે કોઈ દિવસ સમય કાઢ્યો જ નથી. આ વચગાળામાં પુરુષ કંટાળીને એની ખુશી માટે જીવવા એકાંતની શોધ ચાલુ કરી બેસે છે.
પ્રસ્તુત મારી નવલકથા સોરિ, હું તો નવલકથા નહિ પણ પુરુષની વેદના નામ આપીશ તો ખોટુ નહિ કહેવાય. ધારાવાહિક 'એકાંત' એ ચાર દિશાઓથી એકત્ર થઈને ચાર પુરુષોની બાર જ્યોતિર્લિંગ માના એક જ્યોતિર્લિંગ સોમનાથમાં મહાશિવરાત્રીના દિવસે મુલાકાત થાય છે. જાણે સોમનાથ દાદાની એમાં કોઈ અનન્ય કૃપા રહેલી હોય છે. આ કહાની ખાસ ચાર પુરુષોને કેન્દ્ર સ્થાને રાખીને લખવાનો પ્રયાસ કર્યો છે. જે ઘણાં અંશે સફળ પણ થયો છે.
એકસઠ વર્ષનો પ્રવિણ નામનો પુરુષ જેણે યુવાનીમાં દોસ્ત અને પ્રેયસી સાથે દગો ખાઈ ચુક્યો છે. એક એવો વ્યક્તિ જે પિતા ના બનવાને કારણે એની પ્રેયસી એને છોડીને જતી રહે છે. સ્ત્રી માં બની શકે નહિ તો એ એની વેદનાને વાચા આપીને ઠાલવી શકે છે પણ એક પુરુષ પિતા ના બની શકે તો સમાજના ઘણા બધા મૈણાઓ હસતુ મુખ રાખીને સહન કરી લેતો હોય છે.
એક ક્ષણમાં આ ઘટના લખવાની આવી તો, મારી કલમ ત્યાં જ અટકી ગઈ. હું સ્ત્રી છુ. એક સ્ત્રી કદાચ બીજી સ્ત્રીની વેદના સમજી શકે પણ એક પુરુષની વેદના સમજવા માટે એ ઘટના પર પસાર થવુ પડે છે.
પ્રવિણને શિવરાત્રીના દિવસે અડતાલીસ વર્ષનો પુરુષ મળે છે. જેમણે પોતાનું અડધું જીવન પરિવાર હોવા છતાં એકલાવાયુ પસાર કરવુ પડે છે. એક એવો વ્યક્તિ કે જેનો દીકરો એની નજરની સામે હોવા છતાં એ પિતાનો પ્રેમ આપી શકતો નથી.
વિધિના લેખ કહો કે કર્મો. ભગવાને આપેલું જીવન પસાર કરવું જ રહ્યું. સાંજના વેરાવળના દરિયાકિનારે પ્રવિણને પાંત્રીસ વર્ષના યુવાનનો ભેટો થઈ જાય છે. એ તો દરિયા કિનારાની અંદર સમાઈ જવા તૈયાર થઈ ગયો હતો, ત્યાં આ પુરુષો એને બચાવી લીધો.
એક એવો યુવાન કે, એના પિતાએ એને આઠ વર્ષની ઉંમરે એને અને એની માંને છોડી દીધો. એક બિમાર માં સાથે એ મહિનાઓ સુધી ફુટપાથ પર ભીખ માંગતો રહ્યો. બધું સરભર થયા પછી એનાં પિતા એની માં પાસે જીવનની છેલ્લી ક્ષણોએ છુટાછેડા લેવા આવે ત્યારે એ યુવાનને હૃદયમાં કેવો ધ્રાસકો પડ્યો હશે !
ત્રણેય પુરુષોના ભુતકાળની સાક્ષી બનતો બાવીસ વર્ષનો નવયુવાન એ વર્તમાનમાં મોજશોખની પાછળ આંધળો થઈ ગયો હતો. એમના મિત્રોને મળીને એને પણ ભવિષ્યમાં કશુંક બનીને દેખાડવાની ખેવના પ્રગટ થઈ.
ખૂબ મજેદાર અને રોચક ધારાવાહિક 'એકાંત' પુરુષની વેદનાને એક પુરુષને વાંચવી જોઈએ. એક સ્ત્રી તરીકે તો પુરુષની વેદના સમજવા માટે ખાસ વાંચવી જોઈએ.
✍️મયુરી દાદલ "મીરા"