હું પ્રિતેશ હિરપરા, વાંચન અને લખવાનો શોખીન, લવ સ્ટોરી, હોરર સ્ટોરી, થ્રિલર અને ઓફબીટ વાર્તાઓ લખવા અને વાંચવાનો શોખીન. એ સિવાય મેં એક "શબ્દ સંગાથ" નામનું વાર્તા સાંકળ ગ્રુપ બનાવ્યું છે જેની "અજ્ઞાત સંબંધ" નવલકથા બહુ પ્રસિદ્ધ થઈ હતી.

Book Summary
સંગીતની કોઈ ભાષા નથી હોતી પણ છતાંય મનના ભાવ વ્યક્ત કરવાની બળકટ્ટ અભિવ્યક્તિ છે. ગીતના જે જે શબ્દો હોય છે તે ખૂબ સારી રીતે મનના ભાવ વ્યકત કરે છે અને તે દરેક વ્યક્તિને સ્પર્શે છે ખાસ કરીને જેના જીવનમાં ગીતની પરિસ્થિતિ જેવી અથવા તેની નજીકની કોઈ ઘટના બની હોય . જ્યારે અમુક ગીત તો એવા હોય છે તેવી કોઈ ઘટના જીવનમાં બની નથી હોતી છતાં પણ તે સ્પર્શે છે. મારા જીવનમાં ગીતોનું એક અલગ સ્થાન છે. જુદા જુદાં ગીત વિશે મને લખવું ગમે છે. ઇજાજત ફિલ્મનું આ ગીત કોને નહીં ગમતું હોય. આ ગીત વિશે લખવાનો મારો નાનકડો અને નમ્ર પ્રયત્ન છે. આશા છે કે આપ વાંચકોને તે જરૂરથી ગમશે. આપના પ્રતિભાવો આપ વ્યક્ત કરી શકો છો. આપના પ્રેમની આશા સહ. જો તમને આ આર્ટિકલ ગમશે તો આવા બીજા પણ આર્ટિકલ હું રેગ્યુલર મુકતો રહીશ.