શબ્દોની દુનિયા લાગણીની દુનિયા છે. જ્યાં નજર નહીં દ્રષ્ટિની જરૂર છે.
નમસ્તે! મારૂ નામ સંકેત શાહ છે. મારી રચનાઓ એ મારા અનુભવો અને વિચારોનું લિખિત સ્વરૂપ છે. આશા છે કે તમને પસંદ પડશે. આભાર.
શબ્દોની દુનિયા લાગણીની દુનિયા છે. જ્યાં નજર નહીં દ્રષ્ટિની જરૂર છે.
નમસ્તે! મારૂ નામ સંકેત શાહ છે. મારી રચનાઓ એ મારા અનુભવો અને વિચારોનું લિખિત સ્વરૂપ છે. આશા છે કે તમને પસંદ પડશે. આભાર.
Book Summary
દૃષ્ટિકોણએ સૌથી અગત્યની ઉપલબ્ધિ છે. આજે સકારાત્મક વિચારસરણીને ખૂબ મહત્વ આપવામાં આવે છે. નકારાત્મક વિચારોને હાવી ન થવા દેવા જોઈએ એમાં તો જોકે બેમત નથી, પણ નકારાત્મક વિચારોથી સાવ જ અલિપ્ત રહીને એક સકારાત્મક સમાજ બને એ પણ એટલું જ ખોટું છે. નકારાત્મક બાજુને સાવ જ અવગણતો સમાજ હકીકતે તો સત્યથી વિમુખ એવો બેખબર સમાજ હોય છે. તેથી જ, આજે દર વર્ષે આવતા આ શિક્ષક દિવસ પર એવી વાતો કરવી છે જે વાતો એ સુશોભિત દીવાલોની પાછળ ઢાંકી દેવાયેલી નગ્ન વાસ્તવિકતા સમાન છે.
શિક્ષક દિવસ હકીકતે તો સમાજ દિવસ હોય છે. કારણ કે, આ દિવસ જ એ વાતનો પુરાવો છે કે સમાજે એક શિક્ષકને વિકસવા માટે, નિર્ભિક રીતે મત રજૂ કરવા માટે, વિભિન્ન મતને સ્થાન આપવા માટે યોગ્ય બનાવ્યો છે. એટલે જ, જ્યારે સમાજને બદલવાની તાતી જરૂર હતી ત્યારે શિક્ષકનું મહત્વ આંકવા અકસર 'શિક્ષક એટલે શું?' એ રીતે પ્રશ્ન પુછાતો. ત્યાંથી લઈને અત્યારે આપણે એ દશામાં આવી ગયા છે કે નાના બાળકોને શિક્ષક વિશે સમજાવવા 'શિક્ષક એટલે શું નહીં?' એ સમજાવવું પડે છે. પણ આ વાત આટલી તળિયે પહોંચી કેમ? જવાબ લાંબો છે, ઊંડો છે.