ભૂમિધા પારેખ - (25 November 2024)અગ્નિમાં પકાવેલું ધાન્ય - આ શબ્દ હોળી માટે પ્રચલિત અર્થ માટે વાંચ્યો હતો. હોલાક શબ્દ આજે જાણવા મળ્યો. ઘણા શબ્દો તો લોકબોલીને કારણે અપભ્રંશ થઈ એટલા બદલાઈ જાય છે કે જ્યારે એનું મૂળ શોધવામાં આવે ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાય છે. સરસ માહિતી આપી. આવા બીજા શબ્દોના મૂળ જાણવાનું ગમશે.
સ્પર્શ હાર્દિક ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત...More
સ્પર્શ હાર્દિક ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયેલી છે. શ્રી મધુ રાય દ્રારા સંપાદિત ‘મમતા વાર્તામાસિક’માં તેમની ‘અચાનક ૨.૦’ અને ‘જાહ્નવ સુક્તા, તું જાગે છે?’ જેવી નોખી ભાત પાડતી પ્રયોગાત્મક વાર્તાઓ પ્રકાશિત થઈ અને સરાહના પામી છે. તેઓ અનુવાદ કાર્ય સાથે પણ સંકળાયેલા છે અને તેમણે બે ગુજરાતી નવલકથાઓનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું છે.
hardik.sparsh@gmail.com