ખબર છે, સાંભળવું શું હોય છે?
સાંભળવું એટલે માત્ર કાનોથી અવાજ ગ્રહણ કરવો નહીં...
સાંભળવું એટલે અંદર સુધી ધ્યાન આપવું
ઘણીવાર આપણે કહીએ છીએ –
"હું તને રોજ કહું છું, પણ તું સાંભળતો જ નથી..."
અથવા
"તમે સાંભળો છો, પણ સમજતા નથી!"
એમાં તકલીફ ‘અસલમાં સાંભળવામાં’ નથી – એ છે ‘હૃદયથી ન સાંભળવામાં’.
ઘણીવાર મનુષ્યને 'ઉકેલ’ નહીં,
પણ ફક્ત 'કોઈ સાંભળે એટલું જ’ જરૂરી હોય છે.