હું પ્રકાશ, થોડો શબ્દોમાં જીવી જાઉં છું,સાયરીમાં મારા દિલની વાત કહી જાઉં છું.એકલા રહેવું મને ગમે છે બહુ,કારણ કે એકાંતમાં જ ખુદને શોધી લઉં છું.જીવનમાં થોડા દુઃખ અને પરેશાનીઓ છે,પણ હિંમતથી દરેક પળને જીવી લઉં છું.પ્રેમમાં મળ્યો છે દગો, પણ દિલ ન હાર્યું,એ જ પીડા મારી કલમમાં સાજ બની પાર્યું.આસુઓને શબદોમાં ફેરવી દુનિયાને સંભળાયું છુ..!
Book Summary
લેખક જણાવે છે કે તે બહારથી હંમેશાં ખુશ, મસ્તીભર્યો દેખાય છે, પણ અંદરથી ઘણી વાર ઊંડો ખાલીપો અનુભવાય છે. કોઈ ખાસ કારણ વગર પણ ઉદાસી છવાઈ જાય છે, અડધી રાતે ઊંઘ તૂટે છે અથવા ઊંઘ જ નથી આવતી. મિત્રોની વચ્ચે હોવા છતાં પણ એકલતા અનુભવાય છે, કારણ કે કોઈ ખાસ વ્યક્તિની અછાંસ છે. તે વ્યક્તિના જતાં, જીવનમાં ઘણું બદલાઈ ગયું છે અને તેની યાદો સતત હૃદયને સ્પર્શતી રહે છે..!