ગઈ સદીના સાતમા દાયકામાં જે નોંધપાત્ર કવિઓ આવ્યા તેમાંનું એક નામ છે યોસેફ મેકવાન. વ્યવસાયે શિક્ષક એટલે માનવજીવનના ઉર્ધ્વગામી - વિચારો - ભાવો તેમના ચિત્તમાં સતત રમતા રહે તે સ્વાભાવિક છે. આ વાતની પ્રતીતિ આ ગીતો કરાવી આપે છે. ગીતમાં લય એ એક મહત્વનું પાસું છે. વિવિધ લય યુક્ત આ ગીતો ભાઈ યોસેફની લય સૂઝ અને અભિવ્યક્તિની રીતે તેમની વિષય નિરૂપણની સૂઝ પ્રશંસાપાત્ર બની રહે છે. આમ સર્જક કવિના ચિત્તમાં કવિતાનો જન્મ થાય છે. કવિ તેને લાગણીની લિપિમાં ઢાળે છે. આ ગીતોમાં કવિની લાગણીની સચ્ચાઈ અને અભિવ્યક્તિની કલાત્મકતા સાથે સાથે મજાના કલ્પનોથી ભાવકોને રસતરબોળ અને ન્યાલ કરી દે છે. – ડૉ. ધીરુ પરીખ.