ગુજરાતી સાહિત્યમાં નવી નવેલી દુલ્હનની જેમ હાલમાં જ ઘીમાં પગલે પ્રવેશેલ સાહિત્યસ્વરૂપ એટલે માઈક્રોફિક્શન.
માઇક્રોફિક્શન વાર્તા એ એક સ્લાઇસમાં જીવન સમાવી દેવાની કળા છે. સાહિત્ય જગતનું આ 20-20 કેટલાક રૂઢિવાદીઓને ખૂંચે છે પણ સમય સાથે હવે લગ્ન પણ એક દિવસમાંથી એક ટંકનાં થઈ જ ગયાં છે ને! પરિવર્તન એ સંસારનો શાશ્વત નિયમ છે અને આજની પેઢીનાં માનસને એ બધી રીતે અનુકૂળ આવે છે એ ન્યાયે બધાંને માઇક્રોફિક્શન ખૂબ રૂચે છે અને એમને જ આ "તેજ-પૂંજ" અર્પણ.