આ વાર્તાઓને ગોરસની જેમ જ જતનથી અને માવજતથી આપની સમક્ષ પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આપને જે વાર્તા ગમે તેને પ્રેમથી આ મટુકીમાંથી ભાવે આરોગજો. ગોરસમાં ક્યાંય ખટાશ જણાય તો પણ અમને જણાવજો. જેથી કરીને આવતા વખતે વલોણું બરાબર ફેરવીને તમને વધુ સારું નવનીત તારવીને આપી શકીએ.