કલાગુર્જરી મુંબઈ એવોર્ડ વિજેતા પ્રસ્તુત ‘ચાડિયો’ નવલિકાસંગ્રહમાં મારી ચૌદ નવલિકાઓ સમાવિષ્ટ કરેલ છે. સામાન્ય રીતે મારું લેખન નારી વિષયક રહ્યું છે. દરેક સ્ત્રી એક માતા, પત્ની, પુત્રી કે મિત્ર હોવાના અલગ અલગ રૂપો નિભાવે છે. પરંતુ મારી નવલિકાઓમાં મેં સ્ત્રીઓના કંઈક અલગ પ્રકારના અતિ સૂક્ષ્મ સંવેદનોને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે, જે કોઈક ને કોઈક ભાવકને ક્યાંક ને ક્યાંક તો સ્પર્શ કરશે જ. જાણે કે તમારા માટે જ રચાયેલી તમારી જ નવલિકાઓ.