Book - Knowledge Garden & Mahiti Manch.
Blog Website :- https://vishakhainfo.wordpress.com
Book Summary
પ્રાચીન ભારતની એવી ખ્યાતનામ ચિત્રકલાઓ કે જે લંડન સહિતનાં અન્ય દેશોનાં સંગ્રહાલયોમાં સ્થાન પામેલ છે. જેમ કે – પ્રખ્યાત ચિત્રકાર જૈમિની રોયની કાલીઘાટ ચિત્રકલા, મિથિલાનાં ચિત્રકારોએ રાજા જનકનાં આદેશાનુસાર રામ-સીતાનાં લગ્નસમારોહની તમાત પળોને ચિત્રમાં રૂપાંતરીત કરતી એવી મિથિલા (મધુબની) ચિત્રકલા, રાજસ્થાનનાં વીર પુરૂષોની શૌર્યગાથા ગાતી ફાડ ચિત્રકલા, કચ્છની રોગન ચિત્રકલા કે જેનું એક પ્રખ્યાત ચિત્ર પ્રધાનમંત્રી સાહેબશ્રી ઓબામાને ભેટમાં આપેલ, ફેશનડિઝાઈનની દુનિયામાં સ્થાન પામેલ એવી કલમકારી ચિત્રકલા જેની સાડીઓ બહુ જ પ્રખ્યાત થયેલ છે, ભારતની સૌથી વિશાળ આદિજનજાતિ દ્વારા બનાવવામાં આવતા ગોંડ ચિત્રો જે પ્રકૃતિ સાથે પોતાનો અલગ નાતો દર્શાવે છે, કેરાલા મુરાલ્સ ચિત્રકલા કે જેના ચિત્રો આજે પણ ત્યાંના મંદિરો અને ચર્ચોની દિવાલો પર પૌરાણિક કથાઓને વર્ણવે છે. મુઘલ લઘુ ચિત્રકલા જે મુઘલ રાજા-રાણીઓના રાજસી જીવનનો ઠાઠ દર્શાવતી તેમજ તેનાં શૌર્ય-પરાક્રમો, સુંદરતા, મહેલો-ગુંબજો વગેરેના ચિત્રોને ચિત્રકાર દ્વારા સોનાજડીત રત્નોની ફ્રેમમાં સજાવવામાં આવતા અને પહાડી ચિત્રકલા જે ત્યાંની બરફાચ્છાદિત પહાડો, હરિયાળી, નદીઓ-વૃક્ષો-ઝરણાઓ વગેરેને સુંદર લઘુ ચિત્રોમાં દર્શાવે છે.