.નદી ની વ્હતી ધારા નથી કોઈ થાક કદી,
રચનાઓ ના આકાર, કવિતાઓના શબ્દ,
મને પણ નથી થાક લખવાનો ક્યારેય જાણો,
ઝરણું થવું નથી બસ એ વહેતી નદી ની ધારા
Book Summary
જીવનનું મૂલ્ય કે મૂલ્યાંકન કરવું એ દરેક વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ માટે અલગ અલગ હોય છે. (ઝવેરચંદ મેઘાણીજીની પ્રત્યેક રચનાઓ ગામડાનાં મૂળ સાથે જોડાયેલ હોય છે. એમના જેવું તો લખવું શક્ય નથી. પરંતુ મારું બાળપણ ઘણુંખરું ગામડામાં વીત્યું છે, કેમ કે મમ્મી સરકારી શિક્ષક હતી એટલે એની બદલી અમરેલીનાં ઘણાખરા ગામડામાં થઈ હોવાના કારણે ગામડાનાં અતિ સ્નેહાળ લોકો સાથેનું સાત્વિક જીવન માણવાનો મોકો મળ્યો હતો. એટલે ઘણાખરા ત્યાંના ગામડામાં બોલતા તળપદ શબ્દોમાં લઘુકથાઓ લખવાનો પ્રયાસ કર્યો છે.)