અમારે તને મળવુ જ હોય તો કયા ઠેકાણે આવવું એ મૂંઝવણ ઊભી થાય છે. એટલું તો ખબર છે અમને કે, તું જગતનો પાલનહાર છો, કર્તાહર્તા તું છો અને એમ પણ સાંભળ્યું છે કે તારી મરજી વગર ઝાડનું પાંદડું પણ હલતું નથી. એમ તો ઘણાં સમયથી વિચારતો હતો કે તારા નામે એક પત્ર લખું,