વરસાની હેલીની જેમ કવિ હૈયાને ખૂબ ભાવે છે તે મારી અંતરંગ વરસોની હેલી મારી સખી બહેન ને ઘણીવાર સમય સંજોગોએ મારી પડખે ઊભી રહીને વડીલ ગુરુની ગરજ સારી છે પાંચ વર્ષની ઉંમર માંથી એક જ થાળીમાં ભેગા જમતાં જમતાં આજે ૫૦ પસાર કરીને મિત્રતા ૭૦ વર્ષે પણ તેવી અકબંધ છે મારા સાહિત્ય લેખનમાં પણ તેનો સંપૂર્ણ સહકાર મળ્યો છે હું નિરાશ વદને બેઠી રહું ત્યાં તે મને ઉભી કરવા આવે છે સરોજ મારે માટે સખી કરતાં આત્મીય સ્વજનથી પણ વિશેષ છે. તેનો ઉમંગ, ઉત્સાહને મુશ્કેલીમાંથી પણ હિંમત હાર્યા વગર ખંત અને પ્રામાણિક્તાથી આગળ આગળ વધવાની તેની મહેનત પૂર્ણ થાય અને એનું પુસ્તક છપાય અને તેની ખૂબ ખૂબ પ્રગતિ થાય.
કુમુદ બ્રહ્મભટ