વેરશીભાઈ શહેરથી પરત ગામે આવે છે, લગ્નજીવન શરૂ થાય છે અને પિતાજીના અવસાન બાદ તેમને મોટો આઘાત લાગે છે. જીવન ચાલું રહે, માટે દુકાન શરૂ કરે છે, પણ ચોરી થતાં ફરીથી ખેડૂતજીવન અપનાવે છે. ખેતી, પશુપાલન અને મજૂરી દ્વારા પરિવારનું ભરણપોષણ કરે છે. અનેક સંઘર્ષો બાદ પોતાનું ઘર બનાવે છે—મજબૂત ધીરજ, મહેનત અને માણસાઈથી જીવનનું વટવૃક્ષ ઊભું કરે છે.