Emotional Writer | Thoughtful Creator
🖤 લખું છું એ વિશે, જે કહ્યું નહીં, પણ મહેસૂસ થયું…
Book Summary
હું અને તું" એ માત્ર બે નામ નથી,
એ તો એ વ્યકિતઓની સફર છે,
જેમણે પ્રેમ તો જીવ્યો… પણ સમઝાવટ, ત્યાગ, અંતર, અને સમાજની પડકારો વચ્ચે પોતાનું સાથ બચાવ્યું.
ઘણીવાર તૂટી ગયા, ફરી જોડાયા…
અને આખરે, ‘હું’ અને ‘તું’ સાથે મળીને અનંત સુધીના થઈ ગયા...!!
આ પાનાંઓમાં શબ્દો નહીં, લાગણીઓ ધબકે છે.
દરેક પંક્તિ કોઈક યાદ, કોઈક અફસોસ, કોઈક અધૂરી આશા માટે પળકાઇ છે.
શબ્દો છાપામા દેખાય છે,
પણ જે વાંચશે દિલથી – એને એમાં પોતાનું પણ થોડું ક્યાંક મળી જશે…
કેમ કે આ પુસ્તક "મારી" કહાની નથી…
એ "મારું અને તારું" જે કદી કહેવામાં આવ્યું નહોતું –
પણ સતત જીવાતું રહ્યું છે…"