Emotional Writer | Thoughtful Creator
🖤 લખું છું એ વિશે, જે કહ્યું નહીં, પણ મહેસૂસ થયું…
Book Summary
એક સમયે તમે પણ થાક્યા હશો… તૂટી પડ્યા હશો… કે ક્યાંક એવું લાગ્યું હશે કે હવે જીવનની બાટલી ખૂટી ગઈ છે. પણ કંઈક અંદરથી ચૂપચાપ પૂછે છે:
"શું એમ જ જીવન રહી જશે?"
"શું તું ફરી ઊભો નહીં થઈ શકે?"
હું પણ આવું જ કંઈક અનુભવી…પણ એક દિવસ, પોતાની જ ખામોશીમાંથી ઉગેલા એક નાજુક શબ્દે મને ઊભું કરી દીધું: "ફરી…"
આ પુસ્તક એ જ શબ્દની યાત્રા છે. તૂટી ગયેલી, થાકેલી, પણ જીવી પડેલી આત્માઓ માટે. એ લોકો માટે – જેમણે દિલના દુઃખ છુપાવીને રોજની ખાલી જીંદગી જીવવી પડી છે.
"ફરી" એ પ્રેમ નથી – એ તારા માટે તું પોતે જ છે.
પુસ્તકના દરેક પાનામાંથી શાંત હાસ્ય નીકળે છે… દુઃખમાં પણ એક નવી દિશા દેખાય છે… ને લાગણીઓ ભીતરથી હાથ પકડી કહે છે: "ચાલ, ફરી ચાલીએ!"
જેમ જેમ પાનાં વળાવશો – એમ એમ આપને લાગશે કે આ શબ્દો કોઈ બીજાના નથી…એ તો તમારી જ અંદરથી ઉગ્યાં છે. જો તું કદી તૂટી ગયો હોય, ભુલાઈ ગયો હોય, જીવનમાં પાછળ રહી ગયો હોય… તો આ પુસ્તક તને યાદ અપાવશે કે– "તું તૂટી ગયો હોય તો શું? તું હજી પણ તારો મુખ્ય પાત્ર છે – ફરીથી લખાયેલી નવી કહાનીમાં."
ચાલો, ફરીએ!
– આપની "ઈશ્વિ"