મારી બાળપણની ભ્રમણયાત્રા,વતનના જંગલો,ઝરણા,ટહુંકા,વનરાઈ,ને ગ્રામ્યપરિવેષમાંથી નીકળી,આજે શહેર વચ્ચે પણ તેની ઝંખના સતત પજવ્યા કરે,માણસ ગમે તેટલો વધે પણ વતન યે વતન હોય છે તેની જાહોજલાલીના તોલે કોઈ વસ્તું આવી શકતી નથી .પોતાનાપણું ત્યાં જેટલું જીવંત હોય એટલું બીજે કયાંય હોતું નથી,એજ પ્રેમ...More
મારી બાળપણની ભ્રમણયાત્રા,વતનના જંગલો,ઝરણા,ટહુંકા,વનરાઈ,ને ગ્રામ્યપરિવેષમાંથી નીકળી,આજે શહેર વચ્ચે પણ તેની ઝંખના સતત પજવ્યા કરે,માણસ ગમે તેટલો વધે પણ વતન યે વતન હોય છે તેની જાહોજલાલીના તોલે કોઈ વસ્તું આવી શકતી નથી .પોતાનાપણું ત્યાં જેટલું જીવંત હોય એટલું બીજે કયાંય હોતું નથી,એજ પ્રેમ મને સતત જીવાડે છે તેની યાદો વચ્ચે..મારી સર્જનયાત્રામાં
"ટહુંકો,શૂન્યમાં સ્મશાન વચ્ચે,એ સખી,સાચાે શિક્ષક સાચો સંત છે(પ્રેણાત્મક)એક મુઠી બાંધી લે તું ધુળ(નવલકથા)મને ઓળખો હું આદિવાસી છું(સંશોધત્મક)પુસ્તકો આપ્યા છે.આજે મારી કલમ બધા ક્ષેત્રોમાં પોતાની આગવી સૂઝથી સર્જનાત્મક કાર્ય કરે છે જે કોઈના પ્રભાવતળે નહીં પોતાની આગવી કુદરતી પ્રેણાનું સવર્ધન કરી,પાતાના આગવા અંદાજમાં સર્જન કરી રહી છે,મિત્રો સમય મળે ત્યારે વાંચજો તમને કોઈના કોઈ પ્રેણાત્મક સંદેશ આપશે.
Book Summary
મને ઓળખો હું આદિવાસી છું પુસ્તકમાં આદિવાસી સમુદાયને તેનો સાંસ્કુૂતિક વારસો કેવો હતો ?આદિવાસી રીતિરિવાજો,તેમની ધાર્મિક વિધીઓ,રહેણી કરણી દેવદેવતા,બધું બીજી જાતિ ધર્મથી અલગ કેમ પડે છે,તે ઈતિહાસ તરફ પાછુંવળી જોવીની કોશિષો કરી છે,અહી કોઈ તેનમી ધાર્મિક લાગણીઓ દુભાય એવું કુૂત્યુ નથી,ખરેખર આજની પેઢી જે બાબતોથી અજાણ છે તે વાસ્તવિક ઇતિહાસ તમફ ડોકિયું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.આવનાર પેઢી તેના વાસ્તવિક ઇતિહાસથી ભટકી રહી છે,આદિઅનાદિકાળથી જળ જંગલ ને જમીનનું રક્ષણ કરતા આવ્યા છે તેઓ આજ પણ એટલી જ ભાવના સાથે પ્રકુૂતિનું જતન કરી રહ્યા છે,તેમનું માનવું છે કે પ્રકુૂતિ જ તેમનું જીવન છે.તેમનું રક્ષણ જીવનના ભોગે કરવું એ તેમનો ધર્મ છે,તેમની એજ ભાવનાના કારણે પુૂથ્વી પર વાતાવરણમાં સંમતોલન જળવાઈ રહ્યુ છે.એવા આદિવાસીની વાસ્તવિકતાને રજુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે,આ મારો પ્રયાસ આવનાર પેઢીને પોતાની સંસ્કુૂતિ,રીતિરિવાજો,ધાર્મિકવિધીઓથી વાકેફ કરશે તેમજ પોતાની સંસ્કુૂતિ ટકાવી રાખવા મદદ કરશે,ને આદિવાસી ગર્વથી પોતે આદિવાસી છે તેવા સ્વમાન સાથે આવનાર પેઢીને શ્રેષ્ઠ બનાવવા પ્રયત્નો જરૂરથી કરશે.મને વિશ્વાસ છે.
બાબુ સંગાડા"મહેક"
અર્પણ :-
સમસ્ત આદિવાસી સમાજને.
લેખક પરિચય:-
બાબુ સંગાડા"મહેક"
હાલનું સરનામું:-૩૭/૧ સાઈપાર્ક સોસાયટી,
"અલંકાર બંગલો"ગીતાભવન હોટલ સામે,
જાબુંડી રોડ હાલોલ જિ પંચમહાલ.
વતન:-વડાપીપળા,લીમખેડા જિ દાહોદ
મો.૯૫૩૭૭૬૩૦૬૪