લેખકનો મુખ્ય ઉદ્દેશ તો ગરીબોના અમીરો દ્વારા થતા શોષણને રજુ કરવાનો છે. લેખક પોતે ગરીબીમાં ઉછેરેલા પાત્રોને અને એમના થતાં શોષણને નિરૂપવાનો પ્રયત્ન કરે છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે : ગરીબી ક્યાં નથી ? પૈસા માટે વલખા મારતા અને પોતાની જાત સુદ્ધા વેચતા ગરીબ માનવીઓની કથાને ક્યાં ને ક્યાંક લેખકો દ્વારા નિરૂપાતી આપણે જોઈએ છીએ. એવા જ શોષણની વાત - ગરીબોનાં- પર લેખક પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરે છે.