લખવું અને લખાય જવામાં અંતર છે. હું લખતી નથી બસ લખાય જાય છે.
દરેકને ઈશ્વર કોઈને કોઈ કળાના આશીર્વાદ આપેલ જ હોય, વ્યક્તિ કળાને પસંદ નથી કરતો પણ કળા વ્યક્તિને પસંદ કરે છે એવું મારું માનવું છે.
વાંચન, સંગીત, નૃત્ય, પેઈન્ટિંગ , નવું શીખવા માટે હંમેશાં તત્પર. એડવેન્ચર માટે હંમેશા તૈયાર. વાંચવાનો...More
લખવું અને લખાય જવામાં અંતર છે. હું લખતી નથી બસ લખાય જાય છે.
દરેકને ઈશ્વર કોઈને કોઈ કળાના આશીર્વાદ આપેલ જ હોય, વ્યક્તિ કળાને પસંદ નથી કરતો પણ કળા વ્યક્તિને પસંદ કરે છે એવું મારું માનવું છે.
વાંચન, સંગીત, નૃત્ય, પેઈન્ટિંગ , નવું શીખવા માટે હંમેશાં તત્પર. એડવેન્ચર માટે હંમેશા તૈયાર. વાંચવાનો શોખ પહેલાંથી જ હતો અને લખતાં ક્યારે શીખી ગઈ એ ખબર ના રહી . દસમાં ધોરણ પછી આગળનાં અભ્યાસ માટે ઘરથી દૂર શહેરમાં જવું પડ્યું ત્યારે પહેલી વાર હ્રદયનાં ભાવોને કાગળ પર કંડારેલા પણ ત્યારે ખબર નહોતી આને શું કહેવાય? સાહિત્યની સાચી સફર બે વર્ષ પહેલાં શરૂ કરી એટલે સાહિત્ય ક્ષેત્રે પા પા પગલી માંડી છે એમ જ સમજો. કવિતા, વાર્તા, લેખ, બાળગીત વગેરેમાં નંબર પ્રાપ્ત કર્યો છે . છંદવાળી રચનાઓ શીખી રહી છું.
મારી રચનાઓને રાગમાં ઢાળી મારા જ સ્વરમાં પ્રસ્તુત કરવાનો નવીનતમ પ્રયાસમાં આનંદ મેળવું છું.
પાંચ સાત પાંચ, સાંજ મેગઝીન, કેપિટલ વર્તમાન, દિવ્યભાસ્કર, અને ન્યૂઝ ઓફ ગાંધીનગર માં રચનાઓ પ્રકાશિત થઈ છે. સાહિત્યનો આ પ્રવાસ અંતિમ શ્વાસ સૂધી ચાલ્યા કરે એજ અભિલાષા છે.