PARTHIBHAI CHAUDHARI - (11 August 2022)એક કાચા સુતરના તાંતણે ભાઈ બહેનના પવિત્ર સંબંધ બંધાય છે. બેન ભાઈને રાખડી બાંધી ભાઈનું રક્ષણ કરે છે. અને બેનનું રક્ષણ ભાઈ કરે છે. ભાઈ બહેન એકબીજાનું કર્તવ્ય જીવનભર નિભાવે છે.
તેમનું પૂર્ણ નામ અરદેશર ફરામજી ખબરદાર (જન્મ: ૦૬-૧૧-૧૮૮૧, મૃત્યુ: ૩૦-૦૭-૧૯૫૩) હતું તેઓ ‘અદલ’ ઉપનામે સાહિત્ય રચના કરતાં. ગુજરાતી સાહિત્યના પારસી કવિઓમાં તેઓ મોખરાનું સ્થાન ધરાવે છે. ‘ગુણવંતી ગુજરાત’ અને ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કાવ્યો થકી તેઓ અમર કીર્તિ...More
તેમનું પૂર્ણ નામ અરદેશર ફરામજી ખબરદાર (જન્મ: ૦૬-૧૧-૧૮૮૧, મૃત્યુ: ૩૦-૦૭-૧૯૫૩) હતું તેઓ ‘અદલ’ ઉપનામે સાહિત્ય રચના કરતાં. ગુજરાતી સાહિત્યના પારસી કવિઓમાં તેઓ મોખરાનું સ્થાન ધરાવે છે. ‘ગુણવંતી ગુજરાત’ અને ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કાવ્યો થકી તેઓ અમર કીર્તિ પામ્યા છે. તેમનો જન્મ દમણમાં થયો હતો અને ત્યાં જ વસેલા હતા. તેઓ માત્ર પ્રાથમિક શિક્ષણ પામેલા હતા અને મોટર-સાઇકલનો સામાન વેચવાનો ધંધો કરતા હતા. અનન્ય વતનપ્રેમ તેમનામાં છલકાતો હતો.