મારો ટૂંકો પરિચય
નામ- કેદારસિંહજી મેરૂભા જાડેજા, ગાંધીધામ, કચ્છ. (ભજન ગાયન, ભજન/ગરબા રચના કરવી, લેખો લખવા વી. કોઈ પણ લાલચ વિના ફક્ત વધારેમાં વધારે લોકો સુધી મારી રચના પહોંચે એજ અપેક્ષા. ) નિવૃત્ત ઑટોમોબાઇલ ઇજનેર.
મારી રચનાની ભજનાવલી "દીનવાણી" ભાગ ૧ અને ૨ Shopizen દ્વારા પ્રકાશિત. જેમાં ૨૦૦, જેટલા ભજનો-રાસ, ગરબા નો રસ થાળ છે. બ્રહ્મ લીન નારાયણ બાપુ, બ્રહ્મ લીન યોગેશપુરી ગોસ્વામી, કીર્તિદાન ગઢવી, નિરંજન પંડ્યાજી, સંગીતાબેન લાબડીયા, રામદાસ ગોંડલીયા જેવા અનેક ભજન ગાયકો અને અનેક કથાકારોના કંઠે મારી રચનાઓ પ્રસારિત, રાજકોટ નભોવાણીમાં મારી રચનાઓનું પ્રસારણ, અનેક ભજન મંડળોમાં ભજન પીરસવા (માનદ), કવિ શ્રી દાદ સાથે નિકટનો સંબંધ, તેમના દ્વારા મારી રચનાઓ માણવી/ માર્ગદર્શન, વંદનીય વિભૂતિ બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીનું સાંનિધ્ય મળ્યું, તેમના દ્વારા આશીર્વચન, "શિવ શંકર સુખ કારી" જેવી મારી રચના ગાવી. પૂજ્ય બ્રહ્મ લીન રામચંદ્રજી ડોંગરે મહારાજશ્રીના સારથી બનવાનો મોકો મળ્યો, પૂજ્ય મોરારી બાપુના સન્માનનીય પ્રશસ્તિ પત્ર, આશીર્વાદ એનાયત, વેબગુર્જરી (વેગુ )બ્લોગ, સાપ્તાહિક નૂતન નગરી (નવીમુંબઈઃ અખબાર ), રાષ્ટ્ર દર્પણ (અમેરિકા -સામયિક ); વિજય ચિંતન -બ્લોગ (અમેરિકા ), Good Evening સાંધ્ય- જામનગર, ફૂલછાબ અખબાર (રાજકોટ ); પ્રતિલિપિ ગુજરાતી વેબ સાઇટ; કચ્છ મિત્ર, દિવ્ય ભાસ્કર, કચ્છ ઉદય દૈનિક અખબાર, પથ અને પ્રકાશ, ધર્મ સંદેશ જેવા અન્ય સામયિક તથા અન્ય સ્થળે ભજનો પ્રકાશિત, અવારનવાર ભજન ગાયકી સાથે કવિ સંમેલનોનું સંચાલન (માનદ). છતાં મારું મન માને એવા ગાયકોનેજ સામેથી મારી રચના મોકલું છું.