પડતાં,આખડતા જશું ને,
ફરી ઊભા થઈ ને,
ગર્વ સાથે જીવન આ જીવતા જશું.
વિખરતા જશું ને,
ફરી સમેટાઈ ને,
ગર્વ સાથે જીવન આ જીવતા જશું.
રડતાં જશું ને,
ફરી મીઠડું સ્મિત ધરી ને,
ગર્વ સાથે જીવન આ જીવતા જશું.
જીવન ની જંજાળમાં રહીને,
જીવન ને જીવંત કરી ને,
ગર્વ સાથે જીવન આ જીવતા જશું.
ઈશ્વર નો આભાર વ્યક્ત કરી ને,
જીવ ને જીવન સાથે જોડી ને,
ગર્વ સાથે જીવન આ જીવતા જશું.
_ખુશી ડાંગર KD