"કશાને વળગવું, એને માટે સળગવું, એ માટે ઝાવાં મારવા, હાથ ફેલાવવા, રુદન કરવું બધું મિથ્યા છે. વાદળ હોય, વરસાદ હોય, અમાસ હોય, સૂર્ય હોય, ગ્રહણ હોય- આકાશ નિષ્પલક નેત્રે બધું જોયા કરે છે . હું પણ બધું નિષ્પલક નેત્રે જોઉં છું, કંઇ દુઃખ નથી , કોઇ પીડા નથી. પકડી રાખવું તે પીડા છે. સત્યને સત્ય તરીકે જોવામાં વેદનાનો અંત છે...". - કુન્દનિકા કાપડિયા