Bharat Chaklasiya - (05 February 2025)જગતને જોવાની દ્રષ્ટિ જરાક જુદી રાખવી. સ્વાર્થના ખાબોચિયામાં પગ પડી ગયો હોય તો ક્યાંક વહેતા સ્વચ્છ જળમાં પગ ધોઈ નંખાય! આ જગત જીવવા જેવું તો છે છે અને છે જ! બધી દિશામાં અંધકાર લાગે તો કદાચ રાત હોય. દિવસ ઉગવાની રાહ જોવાય. સોનેરી સવાર ઊગ્યા વગર રહેતી નથી. ખુશી અને આનંદનો દરિયો ઘૂઘવતો જ હોય છે. હસતા ચહેરા પાછળ ભરી રાખેલી ગમગીની ઠલવી શકાય એવું સ્થળ મળી જ રહેતું હોય છે. ક્યારેક હાથવગું હોય તોય દરબદર ઢૂંઢતા રહી જવાય છે. ફુલોને ખબર જ હોય છે કે પળ બે પળમાં કરમાઈ જવાનું છે તોય કેવા મહેકતા રહે છે. જેટલું જીવાય એટલું મહેંકીને જીવતા આ પુષ્પો પાસેથી શીખવા જેવું છે. કુટિલતાને ઓળખવાના એનક આપણી અંદર હોય છે. ભલે ક્યારેક એ ન ઓળખાય પણ લાંબો સમય છુપાઈ શકતી નથી. પ્રપંચી લોકો ચહેરા પર નિર્દોષતા રાખવામાં માહેર જ હોય છે. ક્યારેક વધુ પડતું જ્ઞાન આપણને અટવાડી દેતું હોય છે. બાકી જલસો ગમે ત્યારે, ગમે ત્યાં થઈ શકે છે એમાં બે મત નથી. એટલે આમ રડવા કરતા જીવનના પથ પર દડવા મંડાય.😂😂😂
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.