હું પ્રકાશ, થોડો શબ્દોમાં જીવી જાઉં છું,સાયરીમાં મારા દિલની વાત કહી જાઉં છું.એકલા રહેવું મને ગમે છે બહુ,કારણ કે એકાંતમાં જ ખુદને શોધી લઉં છું.જીવનમાં થોડા દુઃખ અને પરેશાનીઓ છે,પણ હિંમતથી દરેક પળને જીવી લઉં છું.પ્રેમમાં મળ્યો છે દગો, પણ દિલ ન હાર્યું,એ જ પીડા મારી કલમમાં સાજ બની પાર્યું.આસુઓને શબદોમાં ફેરવી દુનિયાને સંભળાયું છુ..!
Book Summary
એક એવી રાત હતી જેમાં પ્રેમીની યાદો એટલી જીવંત બની ગઈ કે ચાંદની, હવા, તારાઓ બધું જ તેની સાથેનું સાથ અનુભવાવી રહ્યું હતું. સમય જાણે થંભી ગયો હતો, ખાલી ખાટલો પણ તેની છબી બની ગયો હતો. શબ્દો અટકી જાય એટલી ઊંડી લાગણી હતી. આખી રાત તરસ અને યાદોમાં જાગી રહી ગઈ, કારણ કે પ્રેમ વિના એ અધૂરી લાગી રહી હતી..!