ક્યાંક કંઈક ખોવતું જાય છે,
હાથ માંથી કંઈક સરકતું જાય છે,
મને મળ્યું એ આજ દૂર થાય છે,
નડ્યું કોને એ નામ રહી જાય છે,
યાદ પણ ક્યાંક અટવાઈ જાય છે,
પાનું અમથું ઘણું કહી જાય છે,
દોરેલાં ચિત્રોમાં રંગો ભળી જાય છે,
દિલમાં છુપાવેલી મૂરત રહી જાય છે,
મનહર બની હૈયાં લઈ જાય છે,
કાજળ બની આંખમાં ખૂંચી જાય છે,
સામે મળે તો નજરો ઢાળી જાય છે,
અંધારે આવે શમણે તો દર્દ બની જાય છે,
ક્યાંક કંઈક ખોવતું જાય છે,
હાથ માંથી કંઈક સરકતું જાય છે,
રાવત રાજ ઈડર