કિશન પંડયા - (24 March 2024)વિષયવસ્તુની પસંદગી ખૂબ સરસ, મોટા ભાગની વાર્તાની શૈલી પણ ખૂબ સારી રહી.(કેટલાક ભાગમાં સ્પર્ધાની સમયમર્યાદા કદાચ નડી ).માહિતીને ભેગી કરી વાર્તામાં રજૂ કરવાની રીત પણ ખૂબ સારી. 9/10.
22
Akshay Vaniya - (05 March 2024)very nice story with excellent story telling experience..
12
Brijesh Raychanda - (02 March 2024)જ્યારે બે મહારથી સાથે લખે ત્યારે કંઈ કહેવાનું આવતું જ નથી… એક જ શબ્દ આ વાર્તા માટે… અદભૂત…
22
Meena Soni - (10 February 2024)અદ્ભુત અનુભવ કરાવતી વાર્તા સમજવા માટે જ્ઞાન ની ખૂબ જરુર પડે.... ખરેખર જોરદાર બંને લેખકો ની મહેનતને દાદ આપવી જ રહી.....
22
જ્યોતિન્દ્ર મહેતા - (04 February 2024)કહેવાય દરેક મન્વંતરને અંતે એક મહાવિનાશ થાય છે અને ભગવાન નારાયણ આ સઘળું જુએ છે અને ત્યારબાદ ફરી બ્રહ્માનું સર્જન કરે છે અને તે નવી સૃષ્ટિની રચના કરે છે. ક્યાંક કોઈક શક્તિ છે જે બ્રહ્માંડનું સર્જન અને વિસર્જન બને જુએ છે. પ્રાણશક્તિ સજીવ અને નિર્જીવ બંનેમાં છે. પહાડ હોય કે મનુષ્ય કે પછી કોઈ ધાતુ તેની એક નિશ્ચિત આયુ છે અને સ્વભાવ છે. આ વાર્તામાં પણ દરેક વાત બખુબી વણી લેવામાં આવી છે. મનુષ્યે ધરતીનો વિનાશ કરીને પોતાના આવાસો ઊભા કર્યા અને તે જ આવાસોને નષ્ટ કરીને રોબોએ પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું. મૂળ સિદ્ધાંત અસ્તિત્વનો. ઝેનેક્સાનું મનોમંથન અદ્ભુત અને તેની વિસર્જનના અધિકારી મહાદેવ જેવી ભુમિકા પણ સરસ. નિર્ણાયકોનો જે પણ મત હોય. મારા માટે આ વાર્તા પ્રથમ સ્થાને છે.
22
શૈલેષ પંચાલ "સ્મિત" - (02 February 2024)અતીત, સાંપ્રત અને ભાવિનું બખૂબી નિરૂપણ કરતી આવી વાર્તા મેં આજસુધી ક્યાંય વાંચી નથી. મારી નજરે આ પ્રકૃતિનું સનાતન સત્ય જણાવતી - મજબૂત અને મહત્વપૂર્ણ કૃતિ છે. ખાસ તો, બેય મિત્રો - હીરલ અને હાર્દિકને લાખ લાખ અભિનંદન આપવા છે જેમણે સાબિત કર્યુ છે કે સાહિત્યકાર એ સામાન્ય નથી હોતો. એ દીર્ઘદ્રસ્ટા હોય છે. હું ધોળાવીરા જેવા પાંચ હજાર વર્ષ જૂના ગહન વિષય પર કામ કરું છું ને મેં જેટલું રિસર્ચ કર્યું છે.. ખાસ તો એ સભ્યતાના પતન વિશે ..એનો પડઘો મને ' ઝેનેક્સા ' માં સંભળાય છે. વાર્તામાં ચયન કરેલ શબ્દો કરતાં પણ વિષયનું અને વિષય કરતાં પણ 'strong massage ' નું મૂલ્ય વધી જાય છે. આ બેય યુવાન સર્જકો પાસે આવી દ્રષ્ટિ છે એ ઘટના જ રાજીપો કરાવે એવી છે... તમારી તાજગી બરકરાર રહે ને આવું રળિયામણું - સાશ્વત સર્જન કરતાં રહો એવી સખા તરીકેની શુભકામના