કોઈ સાધારણ માણસને જોગંદર સાધારણ જ લાગતો. પણ સંદીપ જાણતો હતો કે જોગંદર કોઈ પાગલ નથી. પોતે ભૂખ્યાં રહીને કૂતરાંને કે બાળકોને ખવડાવવું, પોતે ઉઘાડા ડીલે સૂઈને કૂતરાંઓને ઓઢાડીને સુવાડવા, ભૂખ્યાં મરી જાય પણ કોઈની પાસે હાથ લાંબો ન કરે તે ન જ કરે. જોગંદરને પૈસાનો પણ મોહ ન્હોતો, અને આ લક્ષણ કોઈ સાધારણ માણસનાં હતાં જ નહી.