તેણે કારની ગતિને તેજ કરી. અત્યાર સુધી ક્યારેય ખુદા તરફ ન જોનારો જાવેદ દિલથી ખુદાને યાદ કરી રહ્યો હતો. તેનું મન પોકારતું હતું : 'હે ખુદા… હવે ક્યારેય આવું કામ નહિ કરું બસ, આટલા સમયે માફ કરી દે.'
જાવેદની આંખ સામે રઝિયાનો ચહેરો આવતો હતો. અત્યાર સુધી તે કેટલીયવાર તેને સમજાવતી આવી હતી. જો રઝિયાની વાત તેણે માની લીધી હોત…!
કાંડા-ઘડિયાળ નવ ને ચાલીસનો સમય બતાવી રહી હતી. જાવેદના દિલની ધડકન તેજ થઈ ગઈ… બસ પાંચ મિનિટમાં તો બધું તહસનહસ થવાનું હતું.
તે ગાડી તેજ ગતિથી હંકારી રહ્યો હતો.
પણ…
નસીબે તેને યારી ન આપી. ગાડીમાં ખરાબી આવતાં છેલ્લી પળોમાં ગાડી બંધ પડી ગઈ…!
ગાડી રિપૅર કરવાનો સમય નહોતો. તેણે તેના ઘર તરફ દોટ મૂકી. તે બરાબર તેના આંગણામાં પહોંચ્યો ત્યાં… સમય પ્રમાણે બધા વિસ્તારોમાં એકસાથે ધડાકા થયા.
જાવેદની આંખ સામે તેના આખા પરિવારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.
...યા અલ્લાહની ચીસ તેના મોંમાંથી નીકળી. તે સાથે ઢગલો થઈ તે ત્યાં જ ઢળી પડ્યો…!