પ્રકાશ પટેલ - (03 October 2020)સરસ વાર્તા... પણ એ ના ભૂલવું જોઇએ કે તમે ટુંકી વાર્તા લખી રહ્યા છો. અહી પાત્રોના પરિચયમાં વધું વાક્યોનો અવકાશ નથી હોતો. સીધી વાર્તા શરુ કરી દેવાની હોય. પાત્ર પરિચય તો વાર્તાનો જ એક ભાગ હોય એ રીતે આવવું જોઇએ...
આ વાર્તામાં એવું સમજવામાં આવ્યું છે કે " બાળકનું મન કુમળા છોડ જેવું હોય છે એને તમે જેમ જેમ વાળસો તેમ વળશે પરંતુ તેના પર પોતાના વિચારો થોપવા ન જોઈએ " . આજના સમયમાં માતા-પિતાઓ પોતાના બાળક પ્રત્યે ખૂબ જ સજાગ થઈ ગયા છે ,તેઓ દરેક બાબતમાં બાળકને સલાહ આપવા લાગ્યા છે , જેમ કેમ આમ કરવું આમ ન કરવું ,આ તારા માટે સારું છે આ તારા માટે ખરાબ છે , કોની સાથે બોલવું કોની સાથે ન બોલવું , કેવી રીતે ભણવું , કયા વિષય લેવા , બાળકની દરેક બાબતોમાં માતા-પિતાઓ દખલ કરવા લાગ્યા છે .
આજના બાળકો વાલીઓ ના આવા વ્યવહાર થી મૂંઝાઈ રહ્યા છે .બાળકો પોતાની મનગમતી વસ્તુ કરી શકતા નથી . આજના બાળકો વાલીઓ ના આવા વ્યવહાર થી દબાણ અનુભવી રહ્યા છે , જેના કારણે એમનો ભણતર માંથી રસ ઊડી જાય છે .
જો આ જ રીતે બાળકો સાથે માતા-પિતાઓ વ્યવહાર કરતા રહેશે , તો બાળક પોતાનો આંતરિક વિકાસ કરી જ ન શકે ,ત્યાર પછી બાળક પોતાના દરેક પ્રસંગે માતા-પિતા ની મદદ વગર આગળ ન વધી શકશે , બાળક કમજોર બની જશે .
આજના દરેક માતા-પિતા પોતાના બાળકને બીજા બાળકોથી ચડિયાતા બનાવવા માંગે છે , એવો એવું નથી વિચારતા કે બાળક શું વિચારી રહ્યું છે , કે બાળક શું કરવા માંગે છે ? .
બાળકને પોતાના મુક્ત મનના આકાશમાં વિહરવા દો , એ જે કંઈ પણ કરતા હોય છે એને કરવા દો , જો કોઈ ભૂલ થતી હોય તો તેને સલાહ આપો , પરંતુ તેને રોકશો નહીં કે તેના પર પોતાના વિચારો થોપવા પ્રયત્ન કરવો નહીં . આમ કરવાથી જ બાળકને યોગ્ય વિકાસ થશે .
આમ ઉપરની વિષયવસ્તુ નો ઉલ્લેખ ઉપર ની વાર્તા માં કરવામાં આવ્યો છે