કલમથી મારી ઓળખ છે અને કલમ જ મારી સાથી છે...લખવું અને વાંચવું મારા નિત્યક્રમમાં આવે છે... જો એક દિવસ પણ લખવાનું અટકી ગયું હોય તો હાયપર થઈ જાઉં છું...લવસ્ટોરીથી લખવાનું શરૂ કરેલું પણ આજે લવ સ્ટૉરી ઉપરાંત સામાજિક વિષયો, સસ્પેન્સ, ક્રાઈમ-થ્રિલર જેવા વિષયો પર લખી લઉં છું..કનુ ભગદેવ સાહેબ અને દાદા...More
કલમથી મારી ઓળખ છે અને કલમ જ મારી સાથી છે...લખવું અને વાંચવું મારા નિત્યક્રમમાં આવે છે... જો એક દિવસ પણ લખવાનું અટકી ગયું હોય તો હાયપર થઈ જાઉં છું...લવસ્ટોરીથી લખવાનું શરૂ કરેલું પણ આજે લવ સ્ટૉરી ઉપરાંત સામાજિક વિષયો, સસ્પેન્સ, ક્રાઈમ-થ્રિલર જેવા વિષયો પર લખી લઉં છું..કનુ ભગદેવ સાહેબ અને દાદા અશ્વિનની ભટ્ટનો ચાહક છું સાથે પ્રવીણભાઈ પીઠડીયા તથા હિરનભાઈ કવાડને પોતાનાં આદર્શ સમજુ છું...નવલકથામાં લેખકનો અંશ શામેલ હોય છે અને તેથી જ લેખક એ નવલકથામાં જીવ રેડી દે છે..મારું પણ એવું જ છે..આજુબાજુમાં બનતાં કિસ્સાઓનાં મણકા જોડીને નવલકથા લખું છું..
Book Summary
એક દિવસ સાંજના પાંચ વાગ્યે મારા એક મિત્રનો કોલ આવ્યો, “મેહુલ, તું મને આજે મળી શકીશ ?” તે મારાથી સવા સો કિલોમીટર દૂર રહેતો હતો. આમ અચાનક મળવાની વાતથી હું ચોકી ગયો, મારા મગજમાં અમંગળ વિચારો આવવા લાગ્યા એટલે મેં પૂછ્યું “બધું ઠીક તો છે ને ?”
સામેથી હકારાત્મક જવાબ મળવાથી મને શાંતિ થઇ. છતાં તાત્કાલિક ત્રણ કલાકનું સફર કરાવી મને તેની પાસે બોલાવ્યો અને તે રાત્રે તેણે જે કહાની મને કહી તે સાંભળીને હું સ્તબ્ધ રહી ગયો.
એક એવી સત્ય કહાની જેવી કહાની સામાન્ય રીતે બનતી જ હોય છે, કોઈકના દ્વારા લખાતી હોઈ છે અને વંચાતી પણ હોય છે, પણ મેં (લેખક) કોઈ દિવસ મહેસુસ નથી કરી. જયારે હું આ સ્ટોરી લખી રહ્યો છું ત્યારે આ લાગણી હું ખુદ મહેસુસ કરી શકું છું. તે છોકરાએ પોતાનું અને તેની પ્રિયતમનું નામ રજુ ન કરવાના હેતુથી પાત્રોના નામ બદલવા કહ્યું છે. જે લાગણીઓ તે છોકરીને જતાવી શક્યો નથી તે વાત મને મારા શબ્દો દ્વારા રજુ કરવા વિનંતી કરી છે. મારાથી બનતો પ્રયાસ મેં કર્યો છે, આ સ્ટોરી તે બંનેના નામ...