નદીના કિનારે નદીથી થોડે દૂર ઊભેલા શીલા અને રોહનને એ ખ્યાલ ન હતો કે આખરે તેઓ હતા કયાં? કેવી રીતે પહોંચ્યા હતા? અને લગભગ આટલી વેદના બાદ તેઓ આ સવાલો ભૂલી પણ ચૂકયા હતા. તેઓનું ઘ્યાન માત્ર તરસ અને થોડે અંતરે સામે વહેતી નદી પર હતું. ધીરે-ઘીરે તેઓ નદી તરફ આગળ વધ્યા પણ જયારે તે નદીનું પાણી જોયું તો એ લોકોના હોશ ઊડી ગયા. ફાટી આંખે તેઓ સામે વહેતાં રકત સમાન લાલ પાણીને જોઈ રહ્યા...