બે પ્રેમીઓ અચાનક જ એક રાતે અણધારી મુસીબતમાં ફસાઈ જાય છે. બંને નાદાન પ્રેમી પહેલા તો ગભરાઈ જાય છે ને બંનેના હૈયામાં ફફડાટ વ્યાપી જાય છે. પણ પછી એકબીજાના ભરોસે એ બંને કેવી રીતે એ પરિસ્થિતિનો સામનો કરે છે અને એમના પ્રેમ અને વિશ્વાસની જીત થાય છે એની વાર્તા એટલે "ફફડાટ... પ્રેમની પરાકાષ્ઠા.!"