સરોજિની એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે. આજ કાલ મોબ લિંચિંગ શબ્દ છાશવારે સંભળાય છે, વંચાય છે. કોઈ સમૂહ દ્વારા કોઈ વ્યક્તિ પર કે ઘર પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાય એ છે મોબ લિંચિંગ. નિ:શંકપણે આ નિંદાને પાત્ર છે અને તેની આકરી સજા હોવી જોઈએ. પરંતુ આજે પણ દેશનું મીડિયા, રાષ્ટ્રીય રાજકારણમાં રહેલા ટોચનાં નેતાઓ અને સુપ્રિમ કોર્ટ સુદ્ધા દેશની સૌથી મોટી મોબ લિંચિંગ અને તેનાં હતભાગીઓ વિશે હરફ સુદ્ધા ઉચ્ચારી શકતા નથી. આજે પણ ઘટનાનાં ભોગીઓ ન્યાય ઝંખે છે પરંતુ કોઈ પાસે તેની વાતો સાંભળવાનો સમય નથી. વાર્તાનાં તમામ પાત્રો કાલ્પનિક છે પણ ઘટના સાથે જોડાયેલા લોકોની પીડા સાથે તેઓને ગાઢ સંબંધ છે. આમાં દર્શાવેલી ઘટના સાચી અને વાર્તામાં આવતી ઘટનાઓ કરતાં વધુ ભયાનક છે. આમાં કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આશય નથી પણ લોકોને વર્ષો પહેલા બની ગયેલી ઘટના વિષે અવગત કરાવવાનો છે. વાંચીને અભિપ્રાય આપશો.