સંગીત એ શક્તિ અને ભક્તિ પણ છે. સુતેલી વ્યક્તિને જગાડવા માટે એક આવાહન પણ છે. તે આપણાં રગેરગમાં વણાયેલું ત્યારે જ કહેવાય કે તે આપણને પ્રેરણા આપે. શબ્દો એક સંવેદના છે. શબ્દો વેદના પણ છે અને જરૂર પડે ત્યારે એક હાકલ પણ છે. સંગીત દ્વારા શક્તિ, ભક્તિ, સંવેદના અને સૂતેલી વ્યક્તિમાં સળવળાટ પેદા કરવાનો એક નમ્ર પ્રયાસ એટલે મારી વાર્તા, કસુંબીનો રંગ.