સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે લઘુકથા, નવલિકા, હાસ્યકથા, હાસ્યલેખ, નાટક, નિબંધ, કાવ્ય વગેરેમાં લેખન કરવાનું ગમે છે. વિવિધ રચનાઓ ચાંદની, રંગતરંગ, સરવાણી, આરામ, નવનીત-સમર્પણ, અભિષેક, પરબ, જલારામ દીપ, શ્રીરંગ, હસાહસ, સવિતા, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ [ગુજરાતી] જેવાં વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે.
આકાશવાણી આમદાવાદ વડોદરા પરથી અવારનવાર રેડિયો નાટક પ્રસરિત થતાં રહે છે.
Book Summary
નરેશની બેંકમાં અરવિંદ નામે એક કલાર્ક હતો. એ દેખાવે ઠીક ઠીક, પણ રંગીન મિજાજનો. એણે એક યુવતી સાથે ભાગીને લગ્ન કર્યાં હતાં. એ લગ્ન પછી પણ એ લફરાં કરી શકતો હતો. અરવિંદે એને કહ્યું હતું કે, ‘નરેશ મહેતા, તમારી સાથે કોઈ યુવતી ક્યારેય મંડાશે નહિ. તમારી પર્સનાલિટી જ એવી છે. માણસ ભલે બહુ રૂપાળો ન હોય, પણ એનામાં યુવતીઓને આકર્ષણ થાય એવું હોવું જોઈએ. બાકી, હું ક્યાં સલમાન કે શાહરૂખ છું.’
એ પોતાના વ્યક્તિત્વ વિશે અરવિંદનું તારણ સાંભળીને નિરાશ થઈ ગયો હતો. એને અરવિંદના તારણમાં તથ્ય હોવાનું લાગ્યું હતું. નહિ તો આવું થોડું હોય!
[વાર્તામાંથી]