સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે લઘુકથા, નવલિકા, હાસ્યકથા, હાસ્યલેખ, નાટક, નિબંધ, કાવ્ય વગેરેમાં લેખન કરવાનું ગમે છે. વિવિધ રચનાઓ ચાંદની, રંગતરંગ, સરવાણી, આરામ, નવનીત-સમર્પણ, અભિષેક, પરબ, જલારામ દીપ, શ્રીરંગ, હસાહસ, સવિતા, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ [ગુજરાતી] જેવાં વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે.
આકાશવાણી આમદાવાદ વડોદરા પરથી અવારનવાર રેડિયો નાટક પ્રસરિત થતાં રહે છે.
Book Summary
આજે હું કલ્પુમાંથી કલ્પના બની ચુકી છું. સ્વતંત્ર અને કમાતી યુવતી છું. લગ્નની ઉમર થઈ ગઈ છે, પરંતુ મને લગ્ન કરવાનું મન જ નથી થતું. મારી મમ્મીના મૃત્યુની ઘટના મારો પીછો નથી છોડતી. મારી મમ્મીએ સમાજ સામે ટક્કર લેવાની હિંમત કેમ નહિ કરી હોય. એ બદનામીથી એટલી બધી ડરી ગઈ હતી કે એણે મારો પણ વિચાર નહોતો કર્યો. ભૂલ માત્ર મારી મમ્મીની જ હતી? એની સાથે સંબંધ બાંધનાર પુરુષની નહિ? એણે મારી મમ્મીનો પણ વિચાર ન કર્યો. પણ કોણ હશે એ પુરુષ?
... કલ્પનાને એના મનને મુંઝવતા સવાલોના જવાબો મળે છે કે નહિ તે જાણવા વાર્તા વાંચો.