Sparsh Hardik - (18 September 2024)રસાળ શબ્દાલેખન. બંને સ્ત્રી પાત્રોનું ભાવજગત સારી રીતે નીખરીને બહાર આવ્યું છે. જટિલ લાગણીઓને સારી રીતે વણી લીધી. 8 A.M. Metro ફિલ્મની યાદ આવી ગઈ. બે પુરુષ પાત્રો અને એક સ્ત્રીની વાર્તા હતી. એ રીતે થોડી સમાનતા ખરી. પતિ તરીકે એક પાત્રને સ્વીકારે પણ જે મિત્ર સાથે મન અધિક બંધાયું હોય એ બીજું પાત્ર હોય. ગુલઝ઼ારની મારી અતિપ્રિય ‘ઇજ઼ાઝત’માં પણ બે સ્ત્રીઓ વચ્ચે એક પુરુષની વાત હતી. પત્નીના રોલમાં રેખા અને એક સહૃદય મિત્રના રોલમાં અનુરાધા નાયકને ગમતી. વર્ષો જૂની ભાવનાત્મક સમસ્યા છે આ. સરસ રીતે એને વાચા આપી.