રાધાનો કાના માટેનો પ્રેમ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. છતાં પણ એ અલૌકિક અનુભૂતિને શબ્દોનો રંગ આપવાનો નમ્ર પ્રયાસ એટલે મારી વાર્તા, રાધે...રાધે...અંતરની ઉર્મિ એટલે રાધા. સાગરની ભરતી એટલે શ્રી કૃષ્ણ. પ્રેમને આકાર હોતો નથી પણ પ્રેમીઓ તો એકબીજામાં એકાકાર હોય છે. નિર્દોષ પ્રેમની અભિવ્યક્તિ એટલે રાધે...રાધે...