Sparsh Hardik - (25 November 2024)અતિ મનોહર અને કાવ્યનાં જેવું સૌંદર્ય ધરાવતું પ્રભાવશાળી ગદ્ય. નજર સામે દિવ્ય પ્રકૃતિનાં દૃશ્યો સર્જાઈ જાય એવો અદ્ભુત શબ્દશૃંગાર વાર્તાનું મુખ્ય આકર્ષણ બન્યો છે. કોઈ અજ્ઞાત પુરાણ કથાના પુનઃકથનનું રસપાન કર્યું હોય એવો આનંદ થયો. ઝાઝેરા અભિનંદન. જગતલીલાને વંદન, પ્રણિપાત.
'ઈર્ષ્યા'નો પ્રાદુર્ભાવ થયો છે. કહું કોની વચ્ચે?"
"કોની વચ્ચે?"
" જગન્માતા દેવી પાર્વતી અને માયાધિપતિ કૃષ્ણ વચ્ચે."
"પરંતુ એ કઈ રીતે શક્ય બને?"
"એ જાણવું તો મારા માટે પણ રોચક હશે. કે, જગતને ચલાયમાન રાખનારી આ બે શક્તિઓ વચ્ચે થયેલો વિખવાદ કઈ લીલામાં પરિણમે છે."