હું પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે ઉર્ફ યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા વડોદરાનો નિવાસી છું. મને લેખન અને વાંચનનો ખૂબ શોખ છે. મારી વાર્તાઓને હું મારા માનસપુત્ર સમજી તેમને અનહદ ચાહું છે.
Book Summary
જો ઈશ્વર અત્ર, તત્ર, સર્વત્ર હોય ત્યારે તેઓની લીલાઓ પણ જુદી જુદી હોવાની. કદાચ આપણું સમગ્ર બ્રહ્માંડ એક વિશાળ પરમાણુ જેવું હોય અને આપણે એક નાનકડા કણ પર રહીએ છીએ. શું એમ બની શકે કે કેન્દ્ર એ સુર્ય હોય અને ઇલેક્ટ્રોનના સૂક્ષ્મ કણોએ સૂર્યરૂપી કેન્દ્રની આસપાસ ફરતાં નાનકડા ગ્રહો? બની શકે કે આવા કોઈક કણો પર પણ જીવન ધબકતું હોય અને કૃષ્ણ ત્યાં તેમની લીલાઓ દેખાડતા હશે! જેમ આપણે ક્વૉન્ટમ વિશ્વમાં અનંત સંભાવનાઓ જોઈએ છીએ, તેમ આપણા કાન્હાનું જીવન પણ રહસ્યોથી ભરેલું હતું. કાન્હા જ્યારે ધરતી પર હતા ત્યારે તેમણે યશોદા મૈયાને પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા. શું આ એક સૂક્ષ્મ વિશ્વ ન હતું? તો ચાલો એક સૂક્ષ્મ વિશ્વમાં વસતા જાસૂસ કાન્હાની લીલાને માણીએ.