જ્યોતિન્દ્ર મહેતા - (02 March 2025)બહુ જ સુંદર અને પ્રતિકાત્મક વાર્તા. દરેક મનુષ્ય પોતાની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે પોતાની ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરતો હોય છે. રૂખસાર પોતાના માટે માર્ગ શોધી શકી, પણ શું તે માર્ગ બહાદુરીનો છે. આત્મહત્યાથી કદાચ જીવનથી મુક્તિ મળી જાય, પણ કર્મોથી મુક્તિ કેવી રીતે મળશે.
જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (14 February 2025)વાહ વાહ dear! ખૂબ જ અદ્ભુત શબ્દોથી, વર્ણન અને કથનથી શણગારેલી આપની આ વાર્તા! શરૂથી અંત સુધી સતત જકડી રાખે તેવાં અને નજર સામે જ થઈ રહ્યાં હોય એવાં દ્રશ્યો જાણે આબેહૂબ વર્ણવ્યાં આપે. કેટલી જોરદાર રીતે આપે માછલી અને રૂખસારની જીવન કહાની, એનું દર્દ, એની તડપ દર્શાવી છે! ઓહો હો! सुब्हान-अल्लाह! બંને અંતમાં ખૂબ જ નાની ભેદરેખા છે.. પણ છતાં મને આપનો બીજો અંત વધુ ગમ્યો. એકમાં સંપૂર્ણ અંત છે અને બીજામાં એક નવી શરૂઆત હોઈ શકે.. હા અશક્ય છે, પણ એ શબ્દમાં જ શક્ય પણ સમાયેલું જ છે.. તો ક્દાચ ત્યારે બચેલી રૂખસાર સામે કોઈ નવી દિશા, નવી રાહ ભાગવા માટે પ્રકાશિત થઈ જાય..!
11
ભૂમિધા પારેખ - (12 February 2025)સ્ત્રી અને માછલીનું અનોખું મનોજગત. મને પહેલો અંત વધુ ગમ્યો. કારણકે બીજા અંતમાં રૂખસારની હિંમત તો દેખાય છે, પરંતુ એની આઝાદી અલ્પજીવી હોઈ શકે. એનામાં જો હિંમતનો સમુદ્ર ઘૂઘવતો હોત, તો કદાચ એની પરિસ્થિતિ અલગ જ હોત. બીજા અંતમાં એક મામદ ગયો પણ એવા અનેક મામદ એના દરિયામાં જાળ બિછાવતા રહેશે. આ ફક્ત મારું અંગત મંતવ્ય છે.