હું પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે ઉર્ફ યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા વડોદરાનો નિવાસી છું. મને લેખન અને વાંચનનો ખૂબ શોખ છે. મારી વાર્તાઓને હું મારા માનસપુત્ર સમજી તેમને અનહદ ચાહું છે.
Book Summary
મુઝે ઝહર પિલાયા ગયા... (– A sinister plot unfolds..) પ્લોટ – ૩ ખૂની ગઝલ! - જાણીતા ગઝલ ગાયક સુરજીતસિંહને ત્યાં એમના જન્મદિવસ નિમિત્તે મહેફિલ ચાલી રહી છે. એમની પત્ની, એમનો ૧૬ વર્ષીય દીકરો હોસ્ટ છે. સુરજીતસિંહની પ્રેમિકા પણ એના પતિ સાથે ત્યાં હાજર છે! સુરજીતસિંહની પત્ની અને પ્રેમિકા એકબીજાને નફરત કરે છે. અન્ય ફિલ્મ ઉદ્યોગના જાણીતા લોકો પણ સામેલ છે. લગભગ ૩૦-૪૦ મહેમાનો છે. એકાએક સુરજીતસિંહ લોહીની ઉલટીઓ કરવા માંડે છે અને ઢળી પડે છે. ડોક્ટર બોલાવવામાં આવે છે, પણ એ પહેલા એમનાં પ્રાણ જતા રહે છે. પોલીસને ત્યાંથી સુરજીતસિંહની તાજી લખેલી ગઝલ એક નોટમાંથી મળી આવે છે અને હત્યાનો ભેદ ઉકેલાય છે!