સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે લઘુકથા, નવલિકા, હાસ્યકથા, હાસ્યલેખ, નાટક, નિબંધ, કાવ્ય વગેરેમાં લેખન કરવાનું ગમે છે. વિવિધ રચનાઓ ચાંદની, રંગતરંગ, સરવાણી, આરામ, નવનીત-સમર્પણ, અભિષેક, પરબ, જલારામ દીપ, શ્રીરંગ, હસાહસ, સવિતા, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ [ગુજરાતી] જેવાં વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે.
આકાશવાણી આમદાવાદ વડોદરા પરથી અવારનવાર રેડિયો નાટક પ્રસરિત થતાં રહે છે.
Book Summary
સાગર રજા મૂકીને ગામડે ગયો હતો. ત્યાંથી રાજુલા છોકરી જોવા ગયો હતો. છોકરીનું નામ પૂજા હતું. એને પૂજા ગમી હતી. પૂજાને પણ એ ગમ્યો હતો. બંને તરફી વડીલો પણ આ સંબંધ બંધાય તે માટે રાજી હતા. બસ, છોકરીના પરિવારવાળા સાગરનું ઘર જોવા માંગતા હતા. એ લોકો આવે તે પહેલાં તો સાગરે ગોપાંલભવનનું ઘર ખાલી કરવું પડ્યું હતું અને નવી જ્ગ્યાએ રહેવા જવું પડ્યું હતું, ઇન્કમટેક્સના અધિકારીઓ રેડ પાડવા આવ્યા હોય એમ રાજુલાથી છોકરીવાળા એકાએક આવી ચડ્યા હતા અને...