સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે લઘુકથા, નવલિકા, હાસ્યકથા, હાસ્યલેખ, નાટક, નિબંધ, કાવ્ય વગેરેમાં લેખન કરવાનું ગમે છે. વિવિધ રચનાઓ ચાંદની, રંગતરંગ, સરવાણી, આરામ, નવનીત-સમર્પણ, અભિષેક, પરબ, જલારામ દીપ, શ્રીરંગ, હસાહસ, સવિતા, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ [ગુજરાતી] જેવાં વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે.
આકાશવાણી આમદાવાદ વડોદરા પરથી અવારનવાર રેડિયો નાટક પ્રસરિત થતાં રહે છે.
Book Summary
એનું નામ નેહા. એ દર મહિનાના પહેલા રવિવારે સવારે આઠ વાગે પોતાની કાર લઈને કોર્પોરેશનના બગીચા પાસે પહોંચી જાય. કાર પાર્ક કરીને કારમાંથી પુસ્તકોથી ભરેલા વજનદાર પાંચ થેલા ઉતારે. થેલા બગીચાની અંદર બાંકડા પર પહોંચાડવા માટે કોઈને કોઈ મદદ કરે. પછી એ થેલામાંથી પુસ્તકો કાઢીને બાંકડાઓ પર ગોઠવે. પછી એ રાહ જુએ કે કોઈ વાચનનું તરસ્યું આવે, પુસ્તકોમાંથી એકબે પુસ્તક પસંદ કરે અને એની પાસે રજીસ્ટરમાં નોંધ કરાવીને વાંચવા માટે લઈ જાય. પુસ્તક લઈ જનારે સભ્ય બનવાની જરૂર નહિ કે પુસ્તકની ડિપૉઝિટ પેટે કશી રકમ ચૂકવવાની પણ જરૂર નહિ. કોઈ શરત નહિ. શરત એટલી કે પુસ્તકો લઈ જઈને વાંચે, ફરીથી આવે ત્યારે પરત કરે. ફરીથી બીજાં એકબે પુસ્તક લઈ જાય. કોઈએ રોકડ રકમ દાન પેટે આપવાની નહિ. દાન આપવું જ હોય તો નવાંજૂનાં પુસ્તકોનું આપે. .... આગળ વાંચો.