Kaklotar Ghanshyam - (16 October 2025)શબ્દો નથી મળી રહ્યા... આ વાર્તા નથી, પણ પશ્ચાતાપની આગમાં શેકાતા એક જીવની આંતરયાત્રા છે, જે સીધી હૃદયના ઊંડાણમાં ઉતરી ગઈ. વિજયના સૂકાભઠ્ઠ જીવનથી લઈને, ભૂતકાળના ડંખ અને વર્તમાનની એકલતા સુધીનો સફર તમે જે રીતે આલેખ્યો છે, તે અદ્ભુત છે. વાચક તરીકે હું વિજયની સાથે જ એના વિચારોના વંટોળમાં અને યાદોના જંગલમાં ભટકતો રહ્યો. સરોજનું મૌન, એની ડાયરીમાં કેદ થયેલી વેદના, અને એ વેદનાનું વિજયના જીવનમાં પ્રાયશ્ચિત બનીને આવવું... આખું કથાનક સંવેદનાનો એક અસ્ખલિત પ્રવાહ છે. ખરેખર, તમે શીર્ષકને અંતમાં જે રીતે સાર્થક કર્યું છે, એ કમાલ છે! 'ખારા આંસુ'ની સફર જ્યારે 'મીઠાં આંસુ' સુધી પહોંચે છે, ત્યારે વાચકનું હૈયું પણ ભીંજાઈ જાય છે. એ નાનકડી ઢીંગલીનું આગમન માત્ર વિજય માટે જ નહીં, પણ સરોજના અતૃપ્ત આત્મા માટે પણ જાણે શાંતિનો ઓડકાર બનીને આવ્યું. તમારી લેખન શૈલીની સહજતા અને ભાવની ગહનતાએ એક એવું વિશ્વ રચ્યું છે જ્યાં ભૂલ, સજા અને ક્ષમા એકસાથે શ્વાસ લે છે. આવી ગહન અને મર્મસ્પર્શી રચના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ માત્ર એક વાર્તા નથી, પણ એક અનુભૂતિ છે
નમસ્કાર મિત્રો, વકીલાતની પ્રેક્ટીસ બંધ થઈ ને ત્યારે ફ્રી સમયમાં લેખન તરફ વળવાનો આનંદ છે. હું કોઈ લેખક નથી પણ, લખવાની શરૂઆત કરી છે. નૃત્યનો અનહદ શોખ છે, નાનપણથી જ.
ભરતનાટયમમાં ઉપાંત્ય વિશારદ અને કથકની થોડી (ક્લાસિકલ ડાન્સ) તાલીમ પ્રાપ્ત કરેલ છે. સાથે મોહિની અત્ટ્ટમ પણ થોડું કરેલ છે....More
નમસ્કાર મિત્રો, વકીલાતની પ્રેક્ટીસ બંધ થઈ ને ત્યારે ફ્રી સમયમાં લેખન તરફ વળવાનો આનંદ છે. હું કોઈ લેખક નથી પણ, લખવાની શરૂઆત કરી છે. નૃત્યનો અનહદ શોખ છે, નાનપણથી જ.
ભરતનાટયમમાં ઉપાંત્ય વિશારદ અને કથકની થોડી (ક્લાસિકલ ડાન્સ) તાલીમ પ્રાપ્ત કરેલ છે. સાથે મોહિની અત્ટ્ટમ પણ થોડું કરેલ છે. સંગીતનો પણ ખૂબ શોખ છે.
અભિનય ક્ષેત્રે રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. નૃત્ય અને અભિનય સ્ટેજ પરફોર્મર્સ ખુબ જ કરેલાં છે. પણ હવે એ બધું યાદોમાં રહી ગયું છે, તો બસ નૃત્ય શીખી એને ફરી જીવંત કરવાનો આનંદ લઈ રહી છું.
બ્લાઈન્ડ સ્ટુડન્ટસનાં પેપસૅ લખવા ઘણીવાર ગયેલ છું, અને તેઓ સાથે થયેલી મિત્રતા અને ખુશી ખરેખર અદ્ભૂત છે. મેગા તિરુવથીરા (મલયાલમ નૃત્ય) માં ભાગ લઈ શકવાનો ખૂબ જ આનંદ છે.
હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ડાન્સ સ્પર્ધામાં જજ બનવાનો અનેરો લ્હાવો મળેલ છે, જે માટે ગૌરવ અનુભવું છું.
આભાર!
જયશ્રી બોરીચા વાજા.
Book Summary
દીકરી હોય કે દીકરો, બાળક તમારું છે અને એ તમારા કુળનું રતન જ હોય.. એ વાત સમજવી જરૂરી છે દરેક વ્યક્તિએ. એને પ્રેમથી જીવનમાં આવકારો, ને જીવવા દો.. જીવન એનું છે, બસ જીવનપથ પર ચાલવા હાથ પકડવાનો છે..!